Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગરબા રમીને ઘરે આવતા યુવક પર ચપ્પુથી હુમલો કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરનાપાંડેસરા ખાતે  રહેતો 22 વર્ષીય બિનીત રાજપૂતને  રવિવારે મોડી રાતે પાંડેસરાના અપેક્ષાનગર પાસે કોઈ અજાણ્યા વ્યકિતએ  તેના ડાબા પગની જાંઘનાં ભાગે ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટયો હતો. બિનીતને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બિનીતના પરિચિત વ્યકિતએ જણાવ્યું હતું કે બિનીત ફ્લિપકાર્ટની ડિલિવરીનું કામ કરે છે.ગઈ કાલે રાત્રે પાંડેસરા વિસ્તારમાં ગરબા જોઇને ઘરે પરત ફરી રહ્યો હતો.ત્યારે સુમિત સીંગ નામન વ્યક્તિએ તેના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બે દિવસ પહેલા મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી તેના ઉપર રાત્રે સુમિતે હુમલો કર્યો હોવાનું જણાવ્યુ હતુ.

(6:10 pm IST)