Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

નડિયાદ ગ્રામ્ય પોલીસે ડભાણ ગામની સીમમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

નડિયાદ : નડિયાદ ગ્રામ્ય પોલીસે ડભાણ ગામની સિમમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો છે.આ બનાવમાં લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો છે.

મળતી વિગતો અનુસાર નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નં-૪૮ ઉપરથી એક આઇશર ટ્રકમાં વિદેશી દારૂ પસાર થવાનો છે.જે બાતમી અન્વયે સ્થાનિક પોલીસની ટીમે બાતમી આધારિત સ્થળે વોંચ ગોઠવી હતી. તે સમયે બાતમી આધારિત આઇશર પસાર થતા તેને રોકી તલાસી લેવામાં આવી હતી. જોકે પ્રથમ નજરે કોઇ મોટુ લોખંડનુ બોક્સ જણાઇઆવ્યુ હતુ.પરંતુ તેમાં તપાસ કરતા મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાટર્સ નં-૨, ૪૦૦ અને બોટલો નં-૧, ૦૮૦ એમ મળી કુલ  રૂા.૧૫, ૫૧, ૦૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે બીરેન્દ્રકુમાર રામબીર જોગી રહે,તલાવ સરકારી સ્કુલ પાસે તા.જી.જજ્જર રાજય હરીયાણાની અટકાયત કરી તેના  વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:08 pm IST)