Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પાલનપુરમાં મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી તરછોડી દેનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

પાલનપુર: પાલનપુરની એક મહિલાને શહેરના એક યુવકે લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષ દરમ્યાન હોટલ તેમજ તેની ગાડીમાં અનેકવાર બળાત્કાર ગુજારી બાદ લગ્ન ન કરતા પીડિત મહિલાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં રહેતી અને ઘરકામ કરતી એક ૩૦ વર્ષીય મહિલાને શહેર ના ગઠામણ દરવાજા પેટ્રોલપંપ પાસે રહેતા અશોક ગણપતભાઈ પ્રજપતિએ પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી ગત તા.૩૦/૦૯/૨૦૨૦  થી એક વર્ષ સુધી પાલનપુરના ચડોતર નજીક આવેલ એક હોટલમાં તેમજ આરોપીએ તેની ગાડીમાં મહિલાની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક અવાર નવાર બળાત્કાર ગુજારી બાદમાં મહિલા સાથે લગ્ન ન કરતા આખરેપીડીતાએ પોતાની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારનાર અશોક ગણપતભાઈ પ્રજાપતિ વિરુદ્ધ શહેર પૂર્વ પોલીસ મથેક યૌન શોષણ, વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

(6:05 pm IST)