Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ખેડબ્રહ્મા તાલુકામાં 8 માસના પુત્રના શરીરે ડામ આપી બાળકની હત્યા કરનાર નરાધમ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખેડબ્રહ્મા:તાલુકાના મોટીગોવિંદી ગામે ખેતમજૂર પિતાએ ૮ માસના પુત્રને શરીરે ડામબાદમાં ગુંગળાવીને હત્યા કરી હોવાનો બનાવ ખેરોજ પોલીસ સ્ટેશને નોંધાતાં કળીયુગી પિતા સામે ફીટકારની લાગણી પ્રવર્તિ છે. પત્ની રીસામણે હોવાથી પ સંતાનોનું લાલન પોષણ કરવાથી ત્રાસી ક્રૂરતાપૂર્વક માસૂમ પુત્રને મોતને ઘાટ ઉતારતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

તાલુકાના મોટીગોવિંદી ગામે પિતાએ બર્બરતાપૂર્વક પુત્રની હત્યા કરી નાખ્યાની ચોંકાવનારી ઘટનાથી પોલીસ સ્તબ્ધ બની છે. હાલ ઈડર તાલુકાના સદાતપુરા ગામના ખેડૂત પરિવારને ત્યાં રહી ખેતમજૂરી કરતા મહેશ ગોપીભાઈ ગમારે ખેડબ્રહ્માના મોટીગોવિંદી ગામે ગત તા.ર ના રોજ ૮ માસના પુત્ર ધવલને શરીરે ડામ આપ્યા હતા અને ત્યારબાદ કોઈપણ વસ્તુથી પુત્રને ગુંગળાવી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. નિષ્ઠૂર પિતાએ શેતાની હત્યાના બનાવને અંજામ આપતાં ખેરોજ પોલીસ હરકતમાં આવી હતી. ખુદ પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું બહાર આવતાં કોદરીબેન મહેશભાઈ ગમારની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટક કરી લોકઅપમાં ધકેલ્યો છે. 

(6:01 pm IST)