Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

દિવાળીના તહેવારોમાં ST વધુ ૨૦૦ બસો દોડાવશે પર લોકોનું ગ્રુપ બુકિંગ હોય તો બસ આવશે દ્વારે

એક જ પરિવારના ૪ કરતાં વધુ ટિકિટ બુક કરાવશે તો ૫ ટકા અને રિટર્ન ટિકિટ બુકિંગ પર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ

અમદાવાદ, તા.૧૨: દિવાળીના તહેવારોને લઈ રાજયના ST વિભાગે તૈયારી કરી લીધી છે. એસટી નિગમ દ્વારા પ્રવાસીઓ માટે એક વિશેષ એકશન પ્લાન તૈયાર કરીને રાખ્યો છે. એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારમાં વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં ૨૦૦ બસ વધારાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વખતે ખાસ સુવિધામાં પ્રવાસીઓને ચાલુ વર્ષે દિવાળીના તહેવારમાં ૫૨ લોકોનું ગ્રુપ બુકિંગ હોય તો તેમની સોસાયટીથી બસ સેવા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરાયો છે. સુરતમાં અત્યાર સુધી ૩૨ બસનું બુકીંગ થયું છે, જયારે ભાવનગર જવા માટે સુરતથી ST બસનું બુકીંગ કરાયું છે.

એસ ટી નિગમના સચિવ કે ડી દેસાઈએ પણ એક નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું છે કે દ્યરે બસ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૫૨ લોકોનું બુકીંગ હોય તો એસટી બસ તમારા સોસાયટીથી તમને વતનમાં પહોંચાડશે. તહેવારોમાં સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્ત્।ર ગુજરાત, ગુજરાતના કોઈ પણ શહેરમાંથી ગ્રુપ માટે બસ બુકિંગ કરાવી શકશે. તેમજ વધારાની બસોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એસટી બસમાં એક જ પરિવારની ૪ કરતા વધુ ટિકિટ બુક કરાવશે તો ૫ ટકા ડિસ્કાઉન્ટ આપશે અને સાથે જ રિર્ટન ટિકિટ બુક કરાવશે તો ટિકિટના ચાર્જ પર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ એસટી નિગમ આપશે.

અત્રે નોંધનીય છે કે, એસટી બસની વિશેષ સેવાનો લાભ ૨૯ ઓકટોબરથી ૪ નવેમ્બર સુધીમાં લઈ શકશે. એડવાન્સ ઓનલાઈન બુકિંગ www.gsrtc.in અને gsrtc એપથી કરવી શકાશે. તેમજ એસટી નિગમના અધિકૃત એજન્ટો દ્વારા બુકિંગ કરવી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના પાંચ દિવસોમાં એસટી વિભાગની આવકમાં નોંધપાત્ર વધારો થતો હોય છે. એક આંકડા પ્રમાણે ૨૦૧૯માં ૧.૬૩ કરોડની આવક થઈ હતી. પરંતુ કોરોના મહામારીના વર્ષ ૨૦૨૦માં માત્ર ૯૨ લાખની જ આવક થઈ હતી.

(4:05 pm IST)