Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મુખ્યમંત્રી બન્યા બાદ શુક્રવારે પહેલીવાર ભુપેન્દ્રભાઈ પટેલ સુરતના પ્રવાસે : સુરત મહાનગરપાલિકાના 74.95 કરોડના કામના લોકાર્પણ કરવામાં આવશે

 સુરત,તા૧૨ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભુપેન્દ્રભાઈ પટેલ પહેલીવાર સુરત આવી રહ્યા છે.

     તા. ૧૫ ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકા અને સોડાના વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. 

દિવાળી પહેલા ૧૫ ઓક્ટોબરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત આવીને મહાનગર પાલિકા અને સુડાના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. સુરત મહાનગરપાલિકાના 74.95 કરોડના કામના લોકાર્પણ કરવામાં આવશે

(3:40 pm IST)