Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાયઃ હવામાન ખાતાની સત્તાવાર જાહેરાત

રાજકોટ : ગત મહિનામાં મેઘરાજાઍ સમગ્ર રાજયમાં સટાસટી વરસ્યા બાદ આ મહિનામાં પ્રારંભથી કોઈ કોઈ જગ્યાઍ વરસાદ વરસી જાય છે. દરમિયાન આજે હવામાન ખાતાઍ સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યુ છે કે સમગ્ર ગુજરાતમાંથી દક્ષિણ પડ્ઢિમ ચોમાસાઍ વિદાય લીધી છે.

થોડા દિવસ પહેલા રાજયના અમુક ભાગોમાંથી ચોમાસાઍ વિદાય લીધા બાદ આજે ગુજરાતભરમાંથી ચોમાસાઍ બાય બાય કહી દીધુ છે. ચોમાસાની વિદાયરેખા અોરંગાબાદ, સિલવાસામાંથી પસાર થાય છે. ૨૦ ડીગ્રી નોર્થ, ૭૦ ડિગ્રી ઈસ્ટ ઉપર છે.

હવામાન શાસ્ત્રીના જણાવ્યા મુજબ આજથી ભેજના પ્રમાણમાં ઘટાડો થતો જાવા મળશે. મુખ્યત્વે વરાપ જાવા મળશે.  તાપમાનમાં ક્રમશઃ વધારો થતો રહેશે.

(2:23 pm IST)