Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

તહેવારો પૂર્વે અમદાવાદ આરોગ્ય વિભાગ એકશનમાં : મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં વિશેષ ડ્રાઈવ શરૂ

જલેબી અને ફાફડાના મટીરીયલનું ચેકીંગ કરી નમૂના લેવાશે:. રસ્તા પર મંડપ બાંધીને ફાફડા-જલેબી વેચતા વેપારીને ત્યાં ચેકીંગ કરાશે.

અમદાવાદ :  દશેરા અને દિવાળીનો તહેવાર નજીક છે. ત્યારે અમદાવાદનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. જેમાં તહેવારો પૂર્વે મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં તપાસ માટે આરોગ્ય વિભાગ વિશેષ ડ્રાઇવ શરૂ કરશે. જેમાં  જલેબી અને ફાફડાના મટીરીયલનું ચેકીંગ કરી નમૂના લેવામાં આવશે.

આ ઉપરાંત રસ્તા પર મંડપ બાંધીને ફાફડા-જલેબી વેચતા વેપારીને ત્યાં ચેકીંગ કરાશે.અમદાવાદ આરોગ્ય વિભાગની બે ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે.

સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે દશેરા અને દિવાળી પૂર્વે ફરસાણ અને મીઠાઇના વેપારીઓને ત્યાં ભેળસેળ અંગેની તપાસ હાથ ધરવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાંથી શંકાસ્પદ લાગતા ફરસાણ અને મીઠાઇના સેમ્પલ એકત્ર કરીને ફૂડ ટેસ્ટિંગ લેબમાં મોકલવામાં આવે છે.

જેમાં ટેસ્ટિંગ બાદ સેમ્પલ ફિટ કે અનફીટ જાહેર કરવામાં આવે છે. જેની બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ રિપોર્ટના આધારે જે તે દુકાનદાર વિરુદ્ધ કાયર્વાહી કરવામાં આવે છે.

(12:52 pm IST)