Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્‌ ॥

અમેરીકા - સવાનાહ ખાતે નવરાભબી મહોત્સવનો ભવ્ય આરંભ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિજ્ઞાનમ્‌ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીના  માર્ગદર્શન અનુસાર અમેરીકા ખાતે જ્યોર્જિયા સ્ટેટમાં આવેલા સવાનાહ શહેરમાં SGVP ગુરૂકુલ' ખાતે શ્રીસ્વામિનારાયણ  સનાતન મંદિર'નું નિમણિ કરવામાં આવ્યું છે. અહીં શક્તિ સ્વરૂપા જગદંબા માતાના ઉપાસના સ્વરૂપે નવરાત્રી મહોત્સવનો  ધામધૂમથી આરંભ કરવામાં આવ્યો.   

આસો સુદ પ્રતિપદાના દિને સિંહાસનમાં બિરાજમાન શિવ-પાર્વતીજી, અંબા માં તથા ઉમિયા માતાની પૂજા કરવામાં  આવી, તદુપરાંત હોલના મધ્યભાગમાં આદ્યશક્તિ અંબા માતાની મૂર્તિ, ગરબો તથા જવારાની વિધીવત સ્થાપના કરવામાં  આવી છે.   

નવરાત્રી ઉત્સવના યજમાન શ્રી જનકભાઈ દેસાઈ તથા ભરતભાઈ એમ. પટેલ લાભ લઈ રહ્યા છે. તેઓશ્રીએ  માતાજીની પ્રથમ પૂજાનો લાભ લીધો હતો. નવરાત્રીમાં પધારનારા ભક્તજનો દરરોજ માતાજીની આરતીનો લાભ લઇ રહ્યા  છે.   

જ્યો્જિયાના અનેક વિસ્તારમાંથી પધારેલા ભાવિક્જનો માતાજીની આરતી, સ્તુતિ કર્યા બાદ ગરબા તથા રાસમાં ખૂબ  જ પ્રેમથી મોડી રાત સુધી આનંદોત્સવ કરી રહ્યા છે.   

આ પ્રસંગે સનાતન મંદિરમાં સેવા કરનારા સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ મહેનત કરીને તમામ ભક્તજનોને  મહાપ્રસાદની વ્યવસ્થા કરી હતી. 

(12:46 pm IST)