Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પંચમહાલ જિલ્લામાં શેરી ગરબાની રમઝટ: યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર

ગોધરા પોલીસ હેડક્વાર્ટરના ગરબામાં બહેરા મૂંગા શાળાના બાળકો, વૃદ્ધાશ્રામના આશ્રિાતઓ,ગાંધી આશ્રામના બાળકો સહિત ઉત્સાહભેર ગરબામાં ભાગ લીધો

ગોધરા :  પંચમહાલ જિલ્લામાં શેરી ગરબાની રમઝટ જામી રહી છે. બીજી તરફ્ માતાજીની આરાધનાના પાવન પર્વને લઈ યાત્રાધામ પાવાગઢ ખાતે છઠ્ઠા નોરતાના દિવસે પણ વહેલી સવારે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. સોમવારે પણ અંદાજીત ૮૦ હજાર ઉપરાંત ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત ગરબામાં બહેરા મૂંગા શાળાના બાળકો, વૃદ્ધાશ્રામના આશ્રિાતઓ,ગાંધી આશ્રામના બાળકો સહિત ઉત્સાહભેર ગરબામાં ભાગ લીધો હતો.

(12:37 pm IST)