Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ગાંધીજીએ આઝાદીની સાથે સ્વચ્છતાની ચળવળમાં લોકોને જોડેલા : મફતભાઇના પુસ્તકોનું વિમોચન કરતા રૂપાલા

 

અમદાવાદ ખાતે ડો.મફતભાઇ પટેલના પુસ્તકોનું વિમોચન કેન્દ્રીયમંત્રી શ્રી પરસોતમ રૂપાલાના હસ્તે થયેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, દેવેન્દ્ર પટેલ, ડો. બળવંત જાની, હરિસિંહ ગૌર વગેરે ઉપસ્થિત છે

રાજકોટ,તા. ૧૨: અમદાવાદમાં જીએમડીસી ઓડિટોરિયમમાં અચલા એજયુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાચકાર્પણ સમારોહ કેન્દ્રીય મંત્રી પરષોત્ત્।મ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ચાર પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ડોકટર મફતલાલ પટેલ લિખિત ગાંધીજીની શિક્ષણયાત્રા અને નમાવી દેવી નર્મદે બંને પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું, સાથે જ દધીચિ ઠાકર અને મિતેશ પરમાર દ્વારા સંપાદિત ગ્રંથ વૈભવ પુસ્તકનું વિમોચન પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ ડોકટર અનિલા પટેલ લિખિત ડોકટર મફતલાલ પટેલના સેવા કાર્યોના સો પ્રેરક પ્રસંગોનો સંપૂટ સેવાની સોનોગ્રાફી પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પરષોત્ત્।મ રૂપાલાએ જણાવ્યું હતું કે ગાંધીજી એક એવું વ્યકિતત્વ હતા કે જેમને આઝાદીની સાથે સાથે લોકોને સ્વચ્છતાની ચળવળમાં પણ જોડ્યા હતા. ગાંધીજી એ સમયમાં જયારે કોમ્યુનિકેશનના કોઈ સાધન ન હતા, ઇન્ટરનેટ પણ ન હોતું, ના સોશિયલ મીડિયા હતા કે ના અન્ય કોઈ સાધનો એવા સમયમાં પણ દેશભરના લોકોને આઝાદીની ચળવળમાં જોડ્યા હતા. આજેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે અને દેશના લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડી રહ્યા છે. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે કોઈ દેશની સરકાર શૌચાલય માટેઙ્ગ દેશભરમાં ઝુંબેશ ચલાવશે. આજે દરેક ઘરમાં શૌચાલય બને તે માટે સરકાર કામ કરી રહી છે તમે જો કોઈ વિચાર લઈને મહેનત કરો છો તો તેમાં સફળજરૂર થાવ છો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્ત્।મ રૂપાલાએ ડોકટર મફતભાઈ સાથેના સંબંધની વાત કરતાં જણાવ્યું હતું કે તેમની સાથે સંબંધો ખૂબ જ જૂના છે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં તેમની સાથે મળતા હતા મફતભાઈએ ગાંધીજી ઉપર ઘણું બધું લખ્યું છે અને પોતાના જીવનમાં પણ ઉતાર્યું છે. મફતભાઈને કદી વિપરીત પરિસ્થિતિમાં પણ હિંમત હારતા નથી જોયા તેઓને સદા હસતા જોયા છે. મફતભાઈના પુસ્તકો લખવામાં તેમના પુત્ર સંજય અને પુત્રી અનાર પણ ટેકો આપીને ઉત્ત્।મ કામ કરી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે. આ પ્રસંગે ગ્રંથ વૈભવમાં લેખ લખનાર યુવા લેખકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ, ડોકટર હરીસિંહ ગૌર, સેન્ટ્રલ યુનિવર્સિટી મધ્યપ્રદેશના કુલાધિપતી ડોકટર બળવંત જાની સહિત શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.

(10:54 am IST)