Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરે આજે 50 રાજપુત યુવાનો એ તલવાર મહાઆરતી કરી

નર્મદા જિલ્લા સહિત વડોદરા, કરજણ ,વાગરા, કીમ, વાલીયા ના ૫૦ રાજપુત યુવાનો એ આજે તલવાર બાજી કરી માં હરસિધ્ધિ ની અર્ચના કરી

(ભરત શાહ દ્વારા રાજપીપળા : રાજપીપળા હરસિધ્ધિ માતાજી મંદિરે આજે 11મી ના રોજ પાંચમા નોરતે ૫૦ રાજપુત યુવાનો દ્વારા હરસિધ્ધિ માતાજીની તલવાર મહાઆરતીનું કરવામાં આવી હતી આનું સમગ્ર આયોજન નર્મદા જીલ્લા રાજપુત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લા સહિત વડોદરા, કરજણ ,વાગરા, કીમ, વાલીયા ના ૫૦ રાજપુત યુવાનોએ તલવારબાજીના દિલધડક કરતબ કરી માં હરસિધ્ધિ ની અર્ચના કરી હતી
તલવાર મહા આરતી માં રાજપુત યુવાનો દ્વારા ૮૦ કિલો થી વધુ ફૂલો થી મસાલની આકૃતિ બનાવી તલવાર મહા આરતી કરવામાં આવી
કોરોના મહામારી ને ધ્યાનમાં લઇ નર્મદા જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તલવાર મહાઆરતીમાં ભાગ લેનાર દરેક રાજપુત યુવાનોએ કોરોના રસીના બે ડોઝ લીધા હતા, તથા સરકારી ગાઈડ લાઈન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવી તલવાર મહાઆરતી કરી તેમ રાજપૂત સમાજના અગ્રણી રાજદીપસિંહ ગોહિલએ જણાવ્યું હતું. લલ તલવાર મહાઆરતીમાં મુખ્ય મહેમાન તરીકે રાજવી મહારાણા રઘુવીરસિંહજી ગોહીલ તથા રાજવી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

(10:55 pm IST)