Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ખેડા જિલ્લા એલસીબીએ છેલ્લા બે વર્ષમાં 10 લાંચિયા અધિકારીઓને રંગે હાથે લાંચ લેતા ઝડપ્યા: લાખો રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી

ખેડા:જિલ્લા એન્ટી કરપ્સન બ્યુરો દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૦ લાંચીયા કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. જુદા-જુદા વિભાગોમાંથી લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીઓ પાસેથી લાખ્ખો રૂપીયાની રકમ પણ ઝડપી પાડવામાં આવી છે. જોકે લાંચના સૌથી વધુ કેસ એસીબીને મહેસૂલ વિભાગમાંથી મળી આવ્યા હોવાનું આંકડા પરથી જાણવા મળી રહ્યું છે.

નડિયાદ એસીબી દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન કરેલા કેસોની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮માં એસીબી દ્વારા કેસ કરવામાં આવ્યા હતા. જેમાં પંચાયત વિભાગ, કાયદા વિભાગ અને ગ્રૃહ વિભાગના એક એક કર્મચારીને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્રણ કેસો પૈકી સૌથી વધુ લાખની રકમ મંજીપુરા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી અને તેના વહીવટદાર દ્વારા પેઢીનામું બનાવવા માંગવામાં આવી હતી. ત્યારબાદ રૂ.૬૫ હજારમાં મામલો નક્કિ થયો હતો, જે પૈકી રૂ.૨૦ હજારનો હપ્તો સ્વિકારતા સમયે એસીબી દ્વારા છટકુ ગોઠવી તલાટી કમ મંત્રી અને તેની સાથેના ખાનગી વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. બંને આરોપીઓને ત્યાર બાદ કોર્ટમાંથી જામીન મળી જતા હાલ બંને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

(5:32 pm IST)