Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

સુરતના લીબાયત ગડોદરા નજીક ઘરમાં ઘુસી બે અજાણ્યા શખ્સોએ 40 હજારની રોકડ સહીત 10,20ની નવી નોટોના 30 બંડલની ઉઠાંતરી કરી છનનન.....

સુરત: શહેર ના લિંબાયત ગોડાદરા ખાતે રહેતા શેરદલાલના પત્ની ગત સાંજે ઘરે એકલા હતા ત્યારે ડોરબેલ વાગતા તેમણે દરવાજો ખોલ્યો તે સાથે બે અજાણ્યા તેમના મોઢા ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી ગયા હતા અને રસોડામાં રાખેલા બોક્સમાંથી રૂ.40,000 ના રૂ.20 અને રૂ.10 ની નવી નોટના 30 બંડલ લઈ ફરાર થઈ ગયા હતા. તેઓ નીકળતા હતા તે સમયે શેરદલાલના પત્ની ભાનમાં આવતા ફરી તેમણે સ્પ્રે છાંટ્યું હતું. બનાવ પાછળ મહિલાએ વતન બિહારમાં દહેજનો કેસ કરનાર પુત્રવધૂના પરિજનોની સંડોવણીની આશંકા વ્યક્ત કરી છે.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની અને છેલ્લા ૨૫ વર્ષથી સુરતમાં લિંબાયત ગોડાદરા ક્રિષ્નાનગર 2 પ્લોટ નં.186માં રહેતા અજયકુમાર રામાવતાર પાંડે શેરદલાલ તરીકે કામ કરે છે. તેમનો મોટો પુત્ર અંકિત (..26) મોબાઈલ શોપ ધરાવે છે. જયારે નાનો પુત્ર અમિત ( ..24 ) માર્કેટમાં મજૂરીકામ કરે છે

(5:25 pm IST)