Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

હિંમતનગરમાં રાજ્યકક્ષાની અંડર-૧૭ ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ

સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને દિલ્હી ખાતે યોજાનાર સ્પર્ધા માટે પસંદગી થશે

હિંમતનગરમાં ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોટ્‌ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા રમત ગમત અધીકારીની કચેરી, સાબરકાંઠા દ્રારા ખેલ મહાકુંભ ૨૦૧૯ રાજ્યકક્ષાની બહેનો માટેની અંડર-૧૭ ફુટબોલ સ્પર્ધા સ્વામી વિવેકાનંદ જન શક્તિ સ્ટેડીયમ ભોલેશ્વર હિંમતનગર ખાતે તા.૧૦, ૧૧ અને ૧૨ ઓક્ટોબર યોજાઇ રહી છે.

 પ્રથમ દિવસની વિજેતા રહેલી ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઇ એસ.એ.જી એકેડમી અને વલસાડ પસંદગી, વલસાડ વિજેતા અને પાટણ વચ્ચેની સ્પર્ધામાં યોજાઇ જેમાં એસ.એ.જી એકેડમી અને પાટણની ટીમ વિજેતા બની હતી.

   આજે ભોલેશ્વર સ્ટેડિયમમાં એસ.એ.જી એકેડમી અને પાટણ ટીમ વચ્ચે અંતિમ સ્પર્ધા યોજાઈ હતી આ સાથે વલસાડ પસંદગી અને વલસાડ વિજેતા વચ્ચે સ્પર્ધા થશે.જેમા ડાયરેક્ટર જનરલ એસ.એ.જી. અગ્ર સચિવ રમતગમત યુવા અને સાંસ્કૃતીક પ્રવૃતિઓ વિભાગ ગાંધિનગરના સી.વી સોમ, પ્રોજેક્ટ મેનેજર ફિફા અંડર-૧૭ મહિલા વલ્ડ કપ ઇન્ડિયા ૨૦૨૦ના  મનદિપ સાહરન, મહિલા ફૂટબોલ ખેલાડી શ્રીમતી અંગુ તમંગ ઇન્ડિયન તથા શ્રીમતિ સંજુ ઇન્ડિયનની વિશેષ ઉપસ્થિતિમાં ફાઇનલ સ્પર્ધા યોજાશે.આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યના ચાર ઝોન ઉત્તર ગુજરાત ઝોન, મધ્ય ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ ગુજરાત ઝોન વચ્ચે યોજાયેલ સ્પર્ધાના પ્રથમ -દ્રિતિય વિજેતા આઠ ટીમોના ૧૨૮ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લીધો છે.

આ સ્પર્ધામાંથી રમતમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આગામી સમયમાં દિલ્હી ખાતે યોજાનાર સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવશે. આ પસંદગી પામેલ ટીમ ખેલો ઇન્ડીયામાં ભાગ લઈ ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે.

(11:35 am IST)