Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

મણિનગરની રેસ્ટોરન્ટમાં ઢોંસામાંથી જીવાતો નીકળી

ભારે રોષ ઠાલવી કાર્યવાહી કરવા માંગણી : હોટલ અને રેસ્ટોરન્ટમાં વારંવાર બનતા બનાવની ચર્ચાઓ

અમદાવાદ, તા.૧૧ : એનસીપીના નેતા રેશ્મા પટેલ રાધનપુરમાં હોનેસ્ટ રેસ્ટોરન્ટમાં જમવા બેઠા ત્યારે તેમની પ્લેટમાંથી જીવડું નીકળતાં તેઓ ચોંકી ઉઠયા હતા.  તેમને હોટલના મેનેજર અને સ્ટાફને બોલાવી આટલી ગંભીર બેદરકારી અને ચૂક બતાવી હતી અને ઠપકો આપ્યો હતો. સાથે સાથે રેશમા પટેલે આ સમગ્ર મામલે મીડિયા સમક્ષ પણ પોતાની પ્રતિક્રિયા આપી સ્થાનિક સત્તાવાળાઓને નાગિરકોને બિનઆરોગ્યપ્રદ જમવાનું પીરસતી આવી રેસ્ટોરન્ટ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી હતી. એનસીપી નેતા રેશમા પટેલ હાલ રાધનપુરની પેટા ચૂંટણીના પ્રચાર અર્થે ત્યાંના વિસ્તારોની મુલાકાતે છે ત્યારે બપોરના સમયે તેઓ હોનેસ્ટ હોટલમાં ઢોંસા જમવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. રેશ્મા પટેલના ઢોંસામાંથી જીવડા નીકળ્યા હતા, જેથી તેઓ ચોંકી ગયા હતા. તેમણે હોટલના મેનેજર અને સ્ટાફને બોલાવી ઠપકો પણ આપ્યો હતો. સાથે સાથે રેશમા પટેલે બાદમાં મીડિયા સમક્ષ પણ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો અને નાગરિકોને બિનઆરોગ્યપ્રદ જમવાનું આપતાં આવા એકમો સામે પગલાં લેવા ઉગ્ર માંગ કરી હતી. હજુ થોડા દિવસ પહેલાં જ અમદાવાદના મણિનગરમાં રામ બાગ પાસે હોનેસ્ટ રેસ્ટોરન્ટનમાં ઢોંસામાંથી વંદો નીકળ્યો હતો. આ અંગેનો વીડિયો વાઈરલ થઈ થયો હતો.

              આમ, હવે હોનેસ્ટ રેસ્ટોરન્ટની ખાવા-પીવાની ચીજવસ્તુઓ સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. આ જ પ્રકારે અમદાવાદની સંકલ્પ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરેલા ભોજનમાં મરી મસાલા અને તેજાનાની સાથે અક કોકરોચ મળી આવ્યો હતો. ગ્રાહક દ્વારા કોકરોચ યુક્ત સંભારની તસ્વીરો લઇ લેવાઇ હતી. આ પહેલા સુરત શહેરના ભાગલ વિસ્તારમાં ઠક્કર મોતી હરજી ઘારી વિક્રેતાના ત્યાંથી ઘારી ભરેલી ટ્રે-માંથી મકડી અને જીવાત મળી આવ્યા હતા. જે જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. એટલું જ નહીં ઘારી બનાવતી વખતે આરોગ્યના નિયમોને પણ નેવે મૂકી દેવાયા હતા. આમ, હોટલ-રેસ્ટોરન્ટમાંથી એક પછી એક જીવાત-વંદા નીકળવાના કિસ્સા સામે આવતાં ખાદ્યપ્રેમી નાગરિકોમાં પણ ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી છે.

(9:12 pm IST)