Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

નર્મદા ડેમની સપાટી વધીને 127,75 મીટરે પહોંચી :છેલ્લા 24 કલાકમાં 6 સે,મી,વધી

અમદાવાદ :સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઇ રહયો છે ઉપરવાસમાંથી આવક 16161 ક્યુસેક પાણીની આવક થઇ છે જયારે જાવક 15690  ક્યુસેક થાય છે હાલ ડેમની સપાટી 127.75 મીટરે પહોંચી છે છેલ્લા 24 કલાક માં 6 સેમીનો વધારો  નોંધાયો છે

  હાલ CHPH  પાવર હાઉસના 3 યુનિટ  ચાલુ છે ડેમમાં 2922.80 MCM લાઈવ પાણીનો જથ્થો છે

 ગુજરાતના ખેડૂતોની પાણી ની માંગ વધતા મુખ્ય કેનાલમાં 17127 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.ગુજરાતને નર્મદા ડેમનું પાણી આપવામાં વધારો કરાયો છે

 

(6:01 pm IST)