Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચી વિશ્‍વની સૌથી ઉંચી પ્રતિમાના નિર્માણ માટે ૩૨૨ વર્કસ-૨૩૦ અેન્જિનિયરોઅે રાત-દિવસ અેક કરીઃ ૩૧મીઅે નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ઉદઘાટન

સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચી વિશ્‍વની સૌથી ઉંચી પ્રતિમાના નિર્માણ માટે ૩૨૨ વર્કસ-૨૩૦ અેન્જિનિયરોઅે રાત-દિવસ અેક કરીઃ ૩૧મીઅે નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ઉદઘાટન

અમદાવાદ: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી વિશ્વની સૌથી મોટી પ્રતિમા તૈયાર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પાછળ સાપુતારા અને વિંધ્યાચળની પર્વતમાળા આવેલી છે. 3200 વર્કર્સ અને 230 જેટલા એન્જિનિયર્સે રાત-દિવસ એક કરીને પ્રતિમાને આકાર આપ્યો છે. 31 ઓક્ટોબરે પ્રતિમાનું અનાવરણ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

મ્યૂઝિયમ નિર્માણાધિન

2000 મેટ્રીક ટન બ્રોન્ઝની પ્લેટથી સરદાર પટેલના ચહેરા અને ખોપરીના ભાગને જોડીને મૂર્તિને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 157 મીટર સુધીનું સ્ટેચ્યૂ તાંબાથી બનાવવામાં આવ્યું છે. સ્ટેચ્યૂની નીચે આવેલું મ્યૂઝિયમ હજુ નિર્માણાધિન છે. સાઈટ પર હાજર L&Tના એક અધિકારીએ જણાવ્યું કે, “આગામી સપ્તાહમાં મ્યૂઝિયમનું કામ પૂરું થઈ જશે. વિઝિટર્સ માટેની વિશાળ ગેલેરી બની ગઈ છે. 135 મીટરની ગેલેરી સરદાર પટેલના કોટના બીજા અને ત્રીજા બટનની વચ્ચે બનાવાઈ છે. ગેલેરીમાં 200 લોકો એકસાથે હાજર રહી શકે તેટલી ક્ષમતા છે.”

બોટિંગની મજા લઈ શકશે સહેલાણીઓ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કોમ્પ્લેક્સ અને મ્યૂઝિયમને જોડતું ટ્રાવેલેટર તૈયાર કરવામાં આવ્યું છે. એક કિલોમીટર આગળ જઈએ તો ફૂડ કોર્ટ, ગાર્ડન, બોટ ડૉકિંગ પોઈન્ટ અને બે હેલિપેડની સુવિધા છે. સરદાર સરોવર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે, “એક વખત ડેમમાંથી પાણી છોડવાની મંજૂરી મળે તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા લોકો બોટ રાઈડિંગ પણ કરી શકશે. સરદાર સરોવર ડેમ અથવા તો નિર્માણાધિન હોટલ પ્રોજેક્ટશ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કોમ્પ્લેક્સ સુધી બોટિંગની મજા લઈ શકશે.”

ફોર-લેન રોડ માટે મકાનો તોડી પાડવામાં આવશે

આગામી અઠવાડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી કોમ્પ્લેક્સ સુધી પહોંચવા માટે તૈયાર થઈ રહેલા ફોર-લેન રોડ માટે કેટલાક મકાનો તોડી પાડવામાં આવશે. પત્ની સાથે સરદાર આવાસમાં રહેતા 70 વર્ષીય પ્રેમા તડવીએ કહ્યું કે, “અમે 10 ટકા પરિવારો પૈકીના છીએ જેમને હજુ સુધી જમીન અપાઈ નથી. SSNNLનો દાવો છે કે તેમણે પ્લોટની ફાળવણી કરી દીધી છે પરંતુ અમને હજુ સુધી કન્ફર્મેશન મળ્યું નથી.”

(5:57 pm IST)
  • જામખંભાળિયામાં મારામારીના કેસમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ -ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પતિને એક-એક વર્ષની સજા ફટકારતી અદાલત ;છ વર્ષ જુના કેસમાં ભાજપના આગેવાનને સજા ફટકારતા ખળભળાટ access_time 11:16 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • સુરત :ઓલપાડના કિમ ગામે હીરાપન્ના ૧ સોસાયટીમાં હત્યા:પતિએ ગાળું દબાવી પત્નીની કરી હત્યા:પત્નીની હત્યા બાદ પતિએ કર્યો આપઘાત:પતિએ પંખા વડે લટકી કર્યો આપઘાત:પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનું કારણ અકબંધ:હીરાપન્ના સોસાયટીમાં પતિ-પત્નીના મોતને લઈ ચકચાર:કિમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી:મૃતક પતિ-પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી.. access_time 5:40 pm IST