Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

અમદાવાદ-વડોદરા હાઇવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ડ્રાઈવરનું કમકમાટી ભર્યું મોત

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.મુંબઈનો પરિવાર આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. તે વેળા વાંઠવાડી ગામના પાટીયા પાસે ઈનોવા કાર નં એમ.એચ ૦૪ સીજે ૩૪૫૫નું પાછળનું ટાયર અચાનક ફાટી ગયુ હતું. 

કારનાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. પુરઝડપે જતી ગાડીનું સંતુલન બગાડતા ગાડી ડીવાઈડર કુદાવી રોંગ સાઈડ જતી રહી હતી. અને ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી.
આ ગાડીમાં બેઠેલા સુલતાનાબાનું હુસેન પડવેકર તથા મુમતાઝ અજીઝ અંસારીને સામાન્ય ઈજાઓ  થઈ હતી. જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નજીકના દવાખાનામાં સારવાર માટે લઈ જવાયા હતાં. તેમજ ગાડીના ડ્રાઈવર જૈશ રમઝાન અંસારી રહે. 
કામકાજ નગર, ઘાટકોપર રોડ, મુંબઈનાઓને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. આ અંગે પોલીસે અઝહરભાઈ  અફઝલભાઈ હુસેન રહે, ૫-૬ એ.બી.સી કોલોની,મુંબઈનાઓની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:16 pm IST)