Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સુરતમાં મહિલા જમીન દલાલ સાથે 2.39 કરોડની ઠગાઈ આચરનાર દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત:મહિલા જમીન દલાલને તેના ભાગીદાર દંપતિએ જ પોતાની માલિકીની દુકાન રૂ. ૬૯.૫૦ લાખમાં વેચી બાદમાં તેની જાણ બહાર દુકાનના જૂના બહાર દુકાનના જૂના દસ્તાવેજ ઉપર આંધ્ર બેન્કમાંથી રૂ. ૧૦.૩૫ કરોડની માર્ગેજ લોન લીધી હતી. તદ્ ઉપરાંત, મહિલા જમીન દલાલને પ્લોટ વેચાણના પણ રૂ. ૧.૭૦ કરોડ દંપત્તિએ ન આપી કુલ રૂ. ૨.૩૯ કરોડની ઠગાઈ કરી હતી.

સરથાણા જકાતનાકા પાસે સ્વસ્તીક ટાવરમાં રહેતી ૨૫ વર્ષીય સિધ્ધી સુરેશભાઈ પંડયા અગાઉ રીંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે પ્રશાંત પ્રકાશસિંગ અને તેની પત્ની પ્રિતી (બંને રહે, સત્યારંગ રાગ રેસીડન્સી, જહાંગીરપુરા) સાથે ભાગીદારીમાં તેમની ઓફિસમાં બેસી જમીન દલાલીનું કામ કરતી હતી.

ત્રણ વર્ષ અગાઉ દંપતિએ રૂંઢ સ્થિત રાજમંદિર કોર્નરમાં દુકાન નં. ૩૦૨ પોતાની માલિકીની હોવાનું જણાવી સિધ્ધીને રૂ. ૬૯.૫૦ લાખમાં વેચી દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. તેમ છતાં દંપત્તિએ એક વર્ષ બાદ તે દુકાનનો જૂનો દસ્તાવેજ રીંગરોડ સ્થિત આંધ્ર બેન્કમાં મોર્ગેજ મૂકી ત્યાંથી રૂ. ૧૦.૩૫ કરોડની લોન લીધી હતી. આ અંગે ગત નવેમ્બર-૨૦૧૭ માં બેન્કમાંથી પત્ર મળતાં સિધ્ધીને જાણ થઈ હતી. સિધ્ધીએ આ અંગે દંપતિને પૂછતા ટાઈટલ ક્લીયર કરાવી આપવા વાયદો કર્યો હતો પણ વાયદો પાળ્યો ન હતો.

 

 

(5:15 pm IST)