Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વડોદરામાં ટ્રેનની હડફેટે યુવકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વડોદરા:શહેરના રેલવે સ્ટેશનના યાર્ડ પાસે ટ્રેન નીચે અાવી ગયેલા હાથીખાના વિસ્તારના ટેલર યુવકનું માથુ કપાઈ જતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

શહેરના ફતેપુરા હાથીખાનામાં રાજીવ એકતાનગરમાં રહેતા ૪૬ વર્ષીય વજીરએહમદ નજીરએહમદ પઠાણ ટેલરીંગનું કામ કરતાં હતા. તેમના સંતાનો દિલ્હીમાં લગ્નમાં ગયા હોઈ તે હું બાળકોને લેવા માટે દિલ્હી લેવા માટે જવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. ૯મી તારીખના બપોરે વડોદરા રેલવે સ્ટેશનના છેડા પર યાર્ડમાં પ્લેટફોર્મ-૬ પરથી પસાર થતી કોઈ ટ્રેનને અડફેટે આવી જતાં તે ટ્રેક પર પટકાયા હતા અને માથું કપાઈ જતાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.  આ બનાવની ઈન્ટરસિટી ટ્રેનના લોકોપાયલોટે સ્ટેશન માસ્તરને જાણ કરતાં તેની રેલવે પોલીસને જાણ કરાઈ હતી. આ બનાવની હેકો નંદાબેન સુરેશભાઈએ તપાસ શરૃ કરી હતી જેમાં વજીરએહમદ પાસેથી મળેલા આધારકાર્ડ અને મોબાઈલ ફોન પર તેમની પુત્રીના ફોન આવતા હોઈ  તેમની ઓળખ છતી થઈ હતી અને  આ બનાવની મૃતકના પરિવારજનોને જાણ કરાઈ હતી. અા બનાવ અકસ્માત કે અાપઘાતનો છે તેની વિગતો મળી શકી નહોંતી.

(5:15 pm IST)