Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

અમદાવાદના નારોલમાં નશાની હાલતમાં CGSTના આસિસ્ટન્ટ કમિશનરે પોલીસ સાથે બીભત્સ વર્તન કરતા ચકચાર

અમદાવાદ:નારોલમાં કારમાં જઈ રહેલા સીજીએસટી અને એક્સાઈઝ વિભાગના આશિસ્ટંટ કમિશનર રાજેશ દહીયાએ દારૃના નશામાં પોલીસ કર્મચારીનો કોલર પકડીને તેને બિભત્સ ગાળો ભાંડી હતી. બાદમાં વધુ પોલીસ બોલાવવામાં આવતા તેમની પત્ની અને ડ્રાયવર કાર લઈને ભાગી ગયા હતા. નારોલ પોલીસે આશિસ્ટંટ કમિશનરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ પોલીસ બોલાવાતા પતિને મુકીને પત્ની અને ડ્રાયવર કાર લઈને ભાગી ગયા ઃ નારોલ પોલીસે તપાસ હાથ ધરી

આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુરમાં સુચી બિલ્ડીંગમાં રહેતા રાજેશ ચંદ્રરૃપસિંહ દહિયા (૫૦) સીજીએસટી અને એક્સાઈઝ વિભાગમાં આશિસ્ટંટ કમિશનર તરીકે ફરજ બજાવે છે.

(5:11 pm IST)