Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વડોદરામાં બે અલગ અલગ બનાવમાં આંગડિયા પેઢીના કર્મચારીને લુંટનાર શખ્સ પોલીસના સકંજામાં

વડોદરા:માં બે અલગ અલગ બનાવમાં આંગડીયા પેઠીના કર્મચારીની નજર ચુકવી ૫ લાખની ચોરી અને અઢી લાખની લુંટ કરનારા શખ્સની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

બે અલગ અલગ બનાવમાં સાત લાખની લુંટ અને ચોરી કરી હતી ઃ ક્રાઈમ બ્રાચે બાઈક અને એક લાખ રોકડા કબજે કર્યા

ક્રાઈમ બ્રાંચે આ કેસમાં અમદાવાદમાં કુબેરનગર છારાનગરમાં રહેતા પ્રફુલ્લ ઉર્ફે પારસ ઘમંડેની ધરપકડ કરી તેની પાસેથી ૧ લાખ રોકડા અને બાઈક કબજે કર્યા હતા.

પુચપરછમાં આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે તેના સાથીદાર સાથે બાઈક લઈને ગયા હતા. જ્યાં તેમણે આંગડીયા પેઢીમાંથી રૃપિયા લઈને નીકળેલા કર્મચારીની કારનો પીછો કર્યો હતો. બાદમાં ગાડીનો કાચ ખખડાવીને ગાડી ઉભી રખાવીને કર્મચારીની નજર ચુકવીને ૫ લાખ રોકડા ચોરી લીધા હતા.

 

 

(5:11 pm IST)