Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

આણંદ-ઉમરેઠ નજીક પુરપાટ ઝડપે જતા ટ્રકે બાઇકને હડફેટે લેતા ચાલકનું મોત

આણંદ:આણંદ-ઉમરેઠ રોડ ઉપર આવેલા દલાપુરા પાસે આજે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતી એક ટ્રકે બાઈકને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ જ્યારે તેની પત્ની અને બાળકીને ઈજાઓ થવા પામી હતી. 
અકસ્માતની મળતી વિગતો અનુસાર વડોદ ખાતે રહેતા સુરેશભાઈ તળપદા (ઉ. વ. ૨૫)પોતાની પત્ની અને બે વર્ષની બાળકીને લઈને મેઘવા ગામે દાદા સસરાની ખબર જોવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. સાંજના સવા છ વાગ્યાના સુમારે દલાપુરા પાટીયા પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રકે ટક્કર મારતાં ત્રણેય રોડ ઉપર ફંગોળાયા હતા જેમાં બાઈક ચાલક ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. જ્યારે તેની પત્ની અને બે વર્ષની બાળકીને ઈજાઓ થતાં તેને સારવાર માટે શ્રીકૃષ્ણ હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા હતા. 

 

(5:08 pm IST)