Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ગુજરાતના IAS અને IPS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર લગામ :પરવાનગી લેવી ફરજીયાત

વાઈબ્રન્ટ સમિટ સુધી વિદેશ જવા પર લાગી બ્રેક :મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સૂચના

ગાંધીનગર: ગુજરાતમાં ફરજ બજાવતા IAS અને IPS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર લગામ લાગી છે રાજ્યમાં ફરજ બજાવી રહેલા કોઇ પણ અધિકારી ટ્રેનિંગ મેળવવા માટે પણ વિદેશમાં જઇ શકશે નહિ,આગામી સમયમાં ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થવાની હોવાથી મુખ્યમંત્રી કાર્યાલય તરફથી તમામ અધિકારીઓને સૂચના આદેશ કરી દેવામાં આવ્યા છે

  મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાગાવ્યો છે. ત્યારે કોઇ ઇમરજન્સી કેસમાં આ અધિકારીઓને વિદેશ જવા માટેની મંજૂરી આપવામાં આવશે. પંરતું તે પહેલા સામાન્ય વહીવટ વિભાગની પરમીશન લીધા બાદ જઇ શકશે

 એવું મનાય છે કે તાજેતરમાં ટ્રેનિંગના મુદ્દે અનેક અધિકારીઓ વિદેશ પ્રવાસ ચાલ્યા ગયા હતા. માટે અધિકારીઓના બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા માટે મુખ્યમંત્રી કાર્યલય દ્વારા આ પ્રકારનું પગલુ ભરવામાં આવ્યું છે. 

(2:25 pm IST)
  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST