Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

આરોપીને માર મારવાના મામલે પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને 9 મહિનાની જેલ સજા ફટકારતી કોર્ટ

નર્મદાના તત્કાલીન પીએસઆઇ જે,ડી ડાંગરવાળા અને હેડકોન્સ્ટેબલ વિનુભાઈએ આરોપીને મારમાર્યો હતો

 

આરોપીને માર મારવાના કેસમાં નર્મદાના પીએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને નવ મહિનાની જેલની સજા કોર્ટે ફરમાવી છે તિલકવાડા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટે સજા ફટકારી છે, 31 ઓગસ્ટ 2009 રોજ 2 આરોપીઓને માર મારવાના કેસમાં આવી સજા ફટકારી છે.

  પ્રાથમિક વિગત મુજબ નર્મદામાં તત્કાલિન PSI જે ડી ડાંગરવાલા અને હેડ કોન્સ્ટેબલ વિનુભાઇએ આરોપીને માર માર્યો હતો. ઘટના 31 ઓગસ્ટ 2009ના રોજ બની હતી. જેમાં બે આરોપીને કસ્ટડી દરમિયાન માર મારવામાં આવ્યો હતો. આરોપીની ફરિયાદ બાદ બંને  પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી ચાલી હતી જેમાં તિલકવવાડા જ્યૂડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટે બંને પોલીસને 9 મહિના સુધી જેલની સજા ફટકારી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલિન PSI જે ડી ડાંગરવાલા હાલ નવસારીમાં PI તરીકે ફરજ બજાવે છે. ત્યારે 2009નો કેસ ચાલી જતાં હવે તેઓને જેલમાં જવાનો વારો આવશે.

(12:12 am IST)