Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વડોદરામાં ફરસાણ-મીઠાઇની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા :વેપારીઓમાં ફફડાટ

 

વડોદરાઃ નવરાત્રી અને દશેરાનાં તહેવારોને પગલે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં દરોડા પાડીને ચેકીંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની વિવિધ પાંચ ટીમોએ શહેરનાં ગોત્રી, આજવા રોડ, અલ્કાપુરી, સયાજીગંજ, જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનો તેમજ ફેકટરીઓમાં દરોડા પાડ્યાં છે.

 વડોદરામાં આરોગ્ય વિભાગે શહેરની જાણીતી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં દરોડા પાડીને મીઠાઈ, ફરસાણનાં નમૂના લઈને લેબોરેટરીમાં તેને તપાસ અર્થે મોકલ્યાં છે. લોકોને અખાદ્ય મીઠાઈ પધરાવી દેવામાં આવે તે માટે આરોગ્ય વિભાગ જાગૃત બન્યું છે. ત્યારે જરૂરી છે કે જેનાં કારણે વેપારીઓમાં ફફડાટનો માહોલ ફેલાઇ ગયો

 

(12:15 am IST)