Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ગુજરાતના હુમલાના બિહારમાં ઘેરા પડઘા:પટનામાં સવર્ણ સેના અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

અલ્પેશ ઠાકોર વિરુદ્ધ સુત્રોચાર : સવર્ણ સેનાનાં કાર્યકર્તા કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા

 

પટના : બિહારની રાજધાની પટનામાં સવર્ણ સેના અને કોંગ્રેસનાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ હતી ગુજરાતમાં બિહારીઓ પર હૂમલાનો વિરોધ કરવા માટે કોંગ્રેસના મુખ્યમથક સદાકત આશ્રમમાં પ્રદર્શન કરવા માટે પહોંચી હતી

  સવર્ણ સેનાનાં કાર્યકર્તા ગુજરાતમાં બિહારીઓ પર થયેલા હૂમલાનો વિરોધ કરી રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસનાં નેતા અને પ્રદેશ સહપ્રભારી અલ્પેશ ઠાકોરની વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા અને પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ તેનો વિરોધ કરવા લાગ્યા હતા. દરમિયાન મુદ્દો વણસી ગયો અને મારામારી ચાલુ થઇ ગઇ હતી

.જો કે સવર્ણ સેનાનાં વિરોધ પ્રદર્શનને જોતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાથમાં લાઠી અને ડંડા ઉઠાવી લીધા હતા. કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ પોલીસને સામે સવર્ણ સેનાનાં લોકોને માર મારવા લાગ્યા. જો કે પોલીસ બંન્ને જુથોનાં લોકોને લડતા અટકાવી રહ્યા હતા

(1:05 am IST)