Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ડાંગના ખેત ઉત્પાદનના પ્રોસેસિંગ યુનિટ્સની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધી મુલાકાત

સ્થાનિક પદ્ધતિ નિહાળી ખુશી વ્યક્ત કરી : ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા થી અભિભૂત થયા

ડાંગઃ જિલ્લાની મુલાકાત પધારેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ત્રીજા દિવસની મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લાના મહેનતકશ ખેડૂતોના ઘર, ખેતર અને પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી હતી. ડાંગ જિલ્લાના લહાન દાબદર અને જામલાપડા (રંભાસ) ગામની મુલાકાત વેળા રાજ્યપાલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, અહીં ઉપજતા ખેત ઉત્પાદનો, તેના મૂલ્ય વર્ધિત પ્રોસેસ સાથે પશુપાલન પ્રવૃત્તિની ખેડૂતો-પશુપાલકો પાસેથી જાત માહિતી મેળવી હતી.

અહીંની સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા સાથે કેટલાક સંશાધનોની મર્યાદામાં સ્થાનિક સ્તરની ખેતી અને પશુપાલનમાંથી મોટાપાયે થતી રોજગારી સર્જનથી રાજ્યપાલ અભિભૂત થયા હતા. તેમજ સ્થાનિક પદ્ધતિ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી.

લહાન દાબદર ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ભોયે પરિવારના ઘર અને ખેતરની મુલાકાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી હતી. સંયુક્ત કુટુંબમાં રહેતા ભોયે બંધુ સીતારામ, રજીનભાઈ, કાશીરામભાઈ અને કૃષ્ણ સુરેશભાઈ દ્વારા તેમની 4 હેક્ટરથી વધુ જમીનમાં સ્થાનિક દેશી જાતમાં વિવિધ પ્રકારના ડાંગર, રાગી, અડદ, તુવર, મગફળી, શાકભાજી સાથે ફળોની ખેતી કરવામાં આવે છે. ડાંગી જાતની ગાય સહિત 26 જેટલા પશુધન પાળી વર્ષે 4 હજાર લીટર દૂધનું પણ ઉત્પાદન મેળવે છે

(11:58 pm IST)