Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અમદાવાદમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજનની અછત દૂર કરવા મનપાએ બે નોડલ ઓફિસરની નિમણુંક કરી

પારેખ્સ હોસ્પિટલમાં ઓક્સીઝનના અભાવે 7 દર્દીઓને સિવિલમાં ખસેડાયા બાદ નિર્ણંય:બંને અધિકારી ડેપ્યુ. મ્યુ. કમિશનર અને OSD સાથે સંકલન કરશે

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની અછત દૂર કરવા મનપાએ બે નોડલ ઓફિસરોની નીમણુંક કરી છે. તોજતરમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સાથે કોવીડ હોસ્પિટલ તરીકેના MoU કરનારીસેટેલાઇટ વિસ્તારની પારેખ્સ હોસ્પિટલમાંથી ઓક્સિજનના અભાવે 7 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 કોરોના સંક્રમિત દર્દીઓના વધતાં જતાં કેસોની સંખ્યાને ધ્યાનમાં લઇને ઓક્સિજનના પુરવઠામાં અછત ના વર્તાય તે હેતુસર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નોડલ ઓફિસરોની નિમણૂંક કરી છે. જેમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના બે ઉચ્ચ અધિકારીઓમાં સી.એ. શાહ તથા  એન.ડી. અજમેરાનો સમાવેશ થાય છે. તેમના પર GPCBના સભ્ય સચિવ સતત મોનીટરિંગ કરશે.

હાલમાં સાર્વત્રિક રીતે કોરોના સંક્રમિત દર્દીઓના કેસો વધતા જાય છે. તેવા સમયે તેમની સારવારમાં કોવિડ હોસ્પિટલોમાં ખાતે મેડિકલ ઓક્સિજનના પુરવઠામાં અછત ન વર્તાય અને પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ કોર્પોરેશને ધ એપીડેમિક ડીસીઝ એક્ટ 1897 અન્વયે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના બે અધિકારીઓની નોડલ ઓફીસર તરીકે નિમણૂંક કરવાનો નિર્ણય કરાયો છે.

 આ બંને અધિકારીઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હેલ્થ તથા OSD. ડો. મનીષકુમાર બંસલ સાથે સંકલન કરશે. તેઓ ઓક્સિજન મેન્યુફેકચરર્સ, ડીસ્ટ્રીબ્યુટર્સ, ડીલર્સની સંપૂર્ણ ઓક્સિજન સપ્લાય ચેઇનના નિયંત્રણ પર દેખરેખ રાખશે. જ્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બર સેક્રેટરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન તથા મોનીટરિંગની કામગીરી જોશે કોવિડ હોસ્પિટલો ખાતે દર્દીઓની સારવાર માટે ઓક્સિજન પુરવઠો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોવિડ હોસ્પિટલ તરીકે સમાવિષ્ટ સેટેલાઇટ વિસ્તારના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી પારેખ હોસ્પિટલમાંથી કોર્પોરેશનની અનામત બેડ પર દાખલ થયેલા સાત દર્દીઓને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી ઓક્સિજન આપતું નહીં હોવાથી તેમને અહીંથી ખસેડવા પડશે તેવું દર્દીઓને કહેતાં જ ભારે હોબાળો મચી ગયો હતો. જો કે  પારેખ હોસ્પિટલ  કોસ્મિક એજન્સી પાસેથી મેડિકલ ઓક્સિજન મેળવે છે. તે પ્રાઇવેટ એજન્સી છે. કોસ્મિક એજન્સી પારેખ હોસ્પિટલને જરૂરિયાત મુજબનો ઓક્સિજન પુરો પાડવામાં અક્ષમ હતી. તેથી પારેખ હોસ્પિટલે દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવા અંગે જણાવાયું હોવાનો ખુલાસો કર્યો હતો.

(10:24 pm IST)