Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ૧૩ હજાર લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક ઉભી કરાઈ

રાજ્ય સરકારના પરિપત્ર બાદ હવે ઓક્સિજન કંપનીઓ હરકતમાં આવી

વડોદરા: શહેરની ગોત્રી હોસ્પિટલમાં ૧૩ હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ઉભી કરવામાં આવી છે. જો હોસ્પિટલોને વધુ ઓક્સિજનની જરૂર પડે તો આ જથ્થાની ટકાવારી ૫૦ ટકાથી પણ વધારી શકે છે. વડોદરામાં સપ્ટેમ્બરમાં જ બેવાર ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજનની કટોકટી ઉભી થઇ હતી.

  લોકડાઉન બાદ શરૂ થયેલા ઉદ્યોગોમાં ક્સિજનની માંગ વધતા હોસ્પિટલોમાં જથ્થો આવી શક્તો ન હતો.ગોત્રી હોસ્પિટલમાં આ મુદ્દે બે વાર કટોકટી ઉભી થતાં નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીએ કોરોના ઓએસડી ડો. વિનોદ રાવનું ધ્યાન દોરતાં વડોદરાથી સરકારમાં આ મુદ્દે અસરકારક રજૂઆત થઇ હતી. ઓક્સિજન હોસ્પિટલોને યોગ્ય રીતે પહોંચે છે કે નહીં તેની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરને અપાઇ હતી, પણ આ બાબતે વડોદરામાં અનિયમિતતા આવતાં તેમને શો કોઝ નોટિસ પણ ફટકારાઇ હતી.

  રાજ્ય સરકારના પરિપત્ર બાદ હવે ઓક્સિજન કંપનીઓ હરકતમાં આવી ગઇ છે અને વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં રાતોરાત ૧૩ હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ઉભી કરવામાં આવી છે. 

(9:46 pm IST)