Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કોરોનાના કેસો વધતા સ્વૈચ્છીક લૉકડાઉન જાહેર

૧૪થી ૨૧ સપ્ટેમ્બર સુધી સ્વયં - ભૂ લૉકડાઉન: દૂધ, મેડિકલ, હોસ્પિટલ, સરકારી કચેરી જ ચાલુ રહેશે

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કોરોનાના કેસો વધતા સ્વયં - ભૂ લૉકડાઉન જાહેર કર્યું છે. ખેડબ્રહ્મામાં ૧૪થી ૨૧ સપ્ટેમ્બર સુધી સ્વયં - ભૂ લૉકડાઉન રહેશે. દૂધ, મેડિકલ, હોસ્પિટલ, સરકારી કચેરી જ ચાલુ રહેશે. આ નિર્ણય વેપારી એસોસિએશન અને જનતાએ લીધો છે

  .આ વિશે મળતી માહિતી પ્રમાણે ખેડબ્રહ્મા ૮ દિવસ બંધ રહેશે. ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારો થતા આજે એક મોટો નિર્ણય લેવાયો છે. આગામી સોમવાર તા.૧૪થી ૨૧ સુધી ખેડબ્રહ્માના બજારોમાં સ્વયંભૂ બંધ રહેશે. ખેડબ્રહ્માનુ બજાર ૨૪૭ બંધ રહેશે. ફકત દૂધ - મેડીકલ, હોસ્પિટલ તથા સરકારી કચેરી ચાલુ રહેશે. પોતાના રક્ષણ માટે સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી છે. ખેડબ્રહ્મામાં લોકો જણાવી રહ્યા છે કે બંધનો સમય હવે આવી ગયો છે. ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશને આ નિર્ણય લીધો છે તથા લારીઓવાળા પણ આ બંધને સમર્થન આપ્યું છે.

(9:41 pm IST)