Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રાજ્યમાં કોરોનાંનો કહેર : નવા 1365 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 લોકોના મોત : કુલ કેસનો આંક 1,12,336 થયો :વધુ 1335 દર્દીઓ સાજા થતા 92805 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 278 કેસ, અમદાવાદમાં 175 કેસ, રાજકોટમાં 146 કેસ, વડોદરામાં 123 કેસ, જામનગરમાં 125 કેસ ભાવનગરમાં 42 કેસ,પાટણમાં 31 કેસ,મોરબીમાં 28 કેસ,બનાસકાંઠામાં 26 કેસ અને અમરેલીમાં 25 કેસ નોંધાયા : રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે બેકાબુ બનતી જાય છે આજે 1365 પોઝિટિવ કેસ નોંધાયા હતા.બીજી તરફ 1335 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે.  અત્યાર સુધીમાં કુલ 92805 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં હાલ 16333 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 90 છે. જ્યારે 16243  લોકો સ્ટેબલ છે. 92805 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત થતા કુલ 3198 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 4,સુરત જિલ્લામાં 1,ભાવનગર કોર્પોરેશનમાં એક અને ભાવનગર જિલ્લામાં પણ એકનું મોત થયું છે ગાંધીનગર1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, ગીર સોમનાથમાં 1,અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત  કુલ 16 લોકોનાં મોત નિપજ્યાં છે

અલબત્ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવરહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં આજે નોંધાયેલા 1365 પોઝિટિવ કેસમાં  રતમાં સૌથી વધુ 278 કેસ, અમદાવાદમાં 175 કેસ, રાજકોટમાં 146 કેસ, વડોદરામાં 123 કેસ, જામનગરમાં 125 કેસ ભાવનગરમાં 42 કેસ,પાટણમાં 31 કેસ,મોરબીમાં 28 કેસ,બનાસકાંઠામાં 26 કેસ અને અમરેલીમાં 25 કેસ નોંધાયા છે

(8:07 pm IST)