Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

નર્મદા જિલ્લામાં શનિવારે વધુ ૧૪ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૭૯૪ પર પોહોચ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,જિલ્લામાં શનિવારે નવા ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
  આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળાના માલીવાડ-૦૧, આશાપુરી વિસ્તારમાં-૦૧,ગુ.હા.બોર્ડમાં-૦૧ જ્યારે નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામમાં-૦૪,લાછરસ ગામમાં-૦૧,વડીયામાં-૦૧, ગરુડેશ્વર તાલુકાના ઘાવડી-૦૧,કેવડિયા-૦૧,કોઠી ગામ માં-૦૧,દેડીયાપડા તાલુકાના ગોલવાન ગામમાં-૦૧ અને સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં-૦૧ મળી નર્મદા જિલ્લામાં કુલ ૧૪ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૨૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૮ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૨૨ દર્દીઓ દાખલ છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૩૭ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે.આજદિન સુધી જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૭૯૪ પર પહોચ્યો છે.વધુ ૪૨૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(5:41 pm IST)