Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ખેડા તાલુકાની કેમિકલ ફેક્ટરીમાંથી રાજસ્થાની વ્યક્તિએ કેમિકલની ખરીદી લાખો રૂપિયાનો ચૂનો ચોપડનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખેડા:તાલુકાની એક કેમીકલ ફેક્ટરીમાંથી રાજસ્થાની વ્યક્તિએં કેમીકલ ખરીદી લાખો રૃપિયાનો ચુનો ચોપડયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજસ્થાનના ઇમસે બેંકમાં પૈસા ભર્યાની બેંકની બનાવટી સ્લીપ બતાવી છેતરપીંડી આચરતા બનાવ અંગે કેમીકલ કંપનીના માલિકે ખેડા રૃરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

તાલુકાના મલ્હારપુરા ગામની સીમમાં માધુ હાઇડ્રોક્લોરાઇડ્સ પ્રા.લિ. નામની એક કંપની આવેલી છે. જ્યાં જુદા જુદા પ્રકારના કેમીકલ્સનું પ્રોસેસીંગ કામ ચાલે છે. અમદાવાદના સેટેલાઇટ ખાતે રહેતા મિલનભાઇ કનૈયાલાલ  માધુ કંપનીના માલિક છે. તેમને પોતાના કેમીકલ્સના વેચાણ માટે ઓનલાઇન વેબસાઇટની મદદ લીધી હતી. જેમાં ઇન્ડિયા માર્ટ નામની વેબસાઇડ પરથી તેઓ કેમિકલ્સના લે-વેચનો ધંધો કરતા હતા. દરમ્યાન રાજસ્થાનના જોધપુર ખાતે રહેતા લલિતભાઇ સાથે તેમને સંપર્ક થયો હતો. અને માર્ચ ૨૦૨૦માં લલિતભાઇએ એડવાન્સ પેમેન્ટ કરી મિલનભાઇ પાસે કેમિક્લસ મંગાવ્યું હતું. જેમાં લલિતભાઇએ મિથાઇલ હાઇડ્રોક્સી ઇથાઇલ સોલ્યુશન અને સોડિયમ કાર્બોક્સી મિથાઇલ સોલ્યુશનનો ૧૨૫ કિલોનો જથ્થો મંગાવ્યો હતો. દિવસે લલિતભાઇએ સોલ્યશનના ૪૧,૪૪૮ રૃપિયા બેંકમાં ભર્યાની સ્લીપ મિલનભાઇને વોટ્સઅપ પર મોકલી આપી હતી. જેથી મિલનભાઇને લલિતભાઇ પર વિશ્વાસ બેસી ગયો હતો. ત્યારબાદ ૫મી માર્ચ થી ૨૬ જૂન ૨૦૨૦ દરમ્યાન લલિતભાઇએ બીજું ,૮૫,૧૨૬ રૃપિયાનું કેમિકલ્સ મિલનભાઇ પાસેથી ખરીદ્યું હતું અને તેના ઓનલાઇન પેમેન્ટની સ્લીપ પણ મોકલી હતી. ત્યારબાદ ગત્ ૩૦મી જૂનના રોજ મિલનભાઇએ પોતાનું બેંક એકાઉન્ટ ચેક કરતા નાણાં તેમના ખાતામાંજમા થયા નહતા. આથી તેમને તરત લલિતભાઇનો સંપર્ક કર્યો હતો. પરંતુ લલિતભાઇએ પોતાની પાસે રૃપિયા હોવાનું અને આપવાનો નથી તેમ કહી દીધુંહતું. આથી મિલનભાઇને પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ પોતાના મોબાઇલ પર આવેલ પેમેન્ટની સ્લીપ, ટ્રાન્સફર પાવતી સાથે ાયબર પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી હતી. બનાવ અંગે ગત્ રોજ મોડી રાત્રે ખેડા ટાઉન પોલીસ મથકે લલિતભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

(5:30 pm IST)