Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુરત: સરથાણા નજીક સાળાની લકઝરી બસની નંબર પ્લેટ પોતાની બસમાં લગાવી ટેક્સ ચોરી કરનાર જીજાજી વિરુદ્ધ ગુનો દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત:લકઝરી બસનો રૃ.39 હજાર આરટીઓ ટેક્સ બચાવવા દૂરના સાળાને રૃ.20 હજાર માસિક આપી તેની લક્ઝરી બસનો નંબર પોતાની લકઝરી બસ ઉપર લગાવી ટેક્સ ચોરી કરનાર ટ્રાવેલ્સ સંચાલક વિરુદ્ધ સરથાણા પોલીસે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. વર્ષ અગાઉ સરથાણા પોલીસે લકઝરી બસ કબ્જે કરી પોલીસ સ્ટેશન બહાર રાખી હતી ત્યારે ટ્રાવેલ્સ સંચાલક બસનો ખોટો નંબર પણ ઘસી નાખી પાછળની તૂટેલી નંબર પ્લેટ પણ લઇ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા પોલીસ મથકના પીએસઆઇ પી.એમ.હઠીલાને ગત 19 સપ્ટેમ્બર 2019 ના રોજ બાતમી મળી હતી કે સરથાણા જકાતનાકા પાસે લકઝરી બસ ચારેક દિવસથી બિનવારસી પડી છે. આથી પીએસઆઇ હઠીલાએ ત્યાં જઈ લકઝરી બસ ( નં.જીજે-14-વી-9911 ) કબ્જે કરી પંચનામું કર્યું ત્યારે એન્જીન અને ચેસીસ નંબર છેકેલો મળતા બસને પોલીસ સ્ટેશને લાવી તેના માલિકની શોધખોળ આદરી હતી. તપાસમાં તેનો માલિક હરેશભાઈ નરશીભાઈ ગોટી ( ..30, રહે.189, ગૌત્તમ પાર્ક સોસાયટીભુલકા સ્કુલની બાજુમામાંપુણાગામસુરત. મુળ રહે..રામકૃષ્ણ સોસા. રહેમાનભાઈની વાડી ઘેટી રીંગ રોડ પાલીતાણા જી.ભાવનગર ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેને બોલાવી પુછપરછ કરતા બસ ઉપર લગાવેલો નંબર ખોટો હોવાની તેમજ તેના માટે એન્જીન અને ચેસીસ નંબર છેકયાની અને લકઝરી બસનો રૃ.39 હજાર આરટીઓ ટેક્સ બચાવવા દૂરના સાળા વિપુલભાઈ વલ્લભભાઈ ઘેવરીયા ( રહે.શાખપુરતા.લાઠીજી.અમરેલી ) ને રૃ.20 હજાર માસિક આપી તેની લક્ઝરી બસનો નંબર પોતાની લકઝરી બસ ઉપર લગાવી ટેક્સ ચોરી કરતો હોવાની કબૂલાત કરી હતી.

(5:30 pm IST)