Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુરતના રિંગ રોડ પર યાર્નનો વેપાર કરતા વેપારી પાસેથી 6.62 લાખનો માલ ખરીદી પેમેન્ટ ન કરી માર મારનાર બે ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના રીંગરોડ સુપર ટેક્ષ ટાવરમાં યાર્નનો વેપાર કરતા ગોડાદરાના વેપારી પાસેથી રૃ.6.62 લાખનું યાર્ન ખરીદી પેમેન્ટ નહીં કરી માર મારનાર બે ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 15 દિવસમાં પેમેન્ટનો વાયદો કરી ત્રણ વર્ષ બાદ પણ પેમેન્ટ કર્યા વિના બંને ભાઈઓએ થોડા સમય અગાઉ ઉઠમણું કર્યું છે.

પાટણના સિદ્ધપુરના વતની અને સુરતમાં ગોડાદરા લક્ષ્મીપાર્ક રો હાઉસ ઘર નં.164 માં રહેતા 31 વર્ષીય નિપુણભાઇ લક્ષ્મણભાઇ પટેલ રીંગરોડ કિન્નરી સિનેમા સામે સુપર ટેક્ષ ટાવરમાં વેદાંત એન્ટરપ્રાઈઝના નામે યાર્નનો વેપાર કરે છે. એપ્રિલ ૨૦૧૬ માં તેમના ગામના મૂળ વતની અને સુરતમાં ડીંડોલી ઓમનગર રોડ નં.બાલાજી બંગલોઝ ઘર નં.78 માં રહેતા નરેશભાઇ ગોવિંદભાઇ પટેલ અને ડીંડોલી ઉમિયાનગર 1/402 માં રહેતા તેમના ભાઈ ચેતનભાઇ તેમની ઓફિસે આવ્યા હતા. બમરોલી હરીઓમ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.55 માં જય ગોગા ટેક્ષ્ટાઈલના નામે વેપાર કરતા બંનેએ અમારું કાપડ બજારમાં સારું ટ્રેડીંગ ચાલે છેતમને 15 દિવસમાં સમયસર પેમેન્ટ કરી દઈશુંતમને ઘણો ફાયદો થશે તેવી વાત કરી હતી.

(5:29 pm IST)