Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અરવલ્લી જિલ્લાના આકરૃન્દની સીમમાં મહિલા પર તીક્ષ્ણ હથિયારથી ઘાતક હુમલો થતા ચકચાર મચી જવા પામ્યો: ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

અરવલ્લી: જિલ્લાના આકરૂન્દ ગામની સીમમાં એક મહિલા ઉપર ગત શનીવારે તીક્ષ્ણ હથીયા થી ગળાના ભાગે ઘાતક હુમલો કરાતાં પંથકમાં ચકચાર મચી હતી.ગણતરીના દિવસોમાં ચકચારી હત્યા પ્રાયશનો ગુનો એલસીબી પોલીસે ઉકેલી દીધો હતો.અને અગાઉ ત્રણ આરોપીઓને ઝડપી હવાલાતે કરી દેનાર એલસીબી કેસના મુખ્ય બે આરોપીઓ કે જેઓ દ્વારા તીક્ષ્ણ હથીયારથી મહિલા ઉપર ઘાતક હુમલો કરાયો હતો.તેવા આરોપીઓને અમદાવાદ થી ઝડપી હવાલાત ભેગા કરી દીધા હતા.

ગત શનીવારના રોજ બાયડ-આકરૂન્દ માર્ગે થી બાઈક ઉપર એક દંપતી પસાર થઈ રહયું હતું. બાઈકના ચાલકે જયારે પેશાબ કરવા બાઈક થંભાવી અને સાઈડે ગયા ત્યારે અચાનક બાઈક લઈ આવી ચડેલા બે અજાણ્યા શખ્શોએ માર્ગે બાઈક નજીક ઉભેલી પારૂલબેન નામની મહિલાના ગળાના ભાગે તીક્ષ્ણ હથીયાર થી ઘા ઝીંકી ઘાતક હુમલો કરી દીધો હતો.મૂળ બાયડ ગામના મહીલા ઉપર કરાયેલ હત્યાના પ્રયાશની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચાવી હતી.પરંતુ કેસની તપાસ જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ્પેકટર આર.કે.પરમારે સંભાળતાં મહિલા ઉપર ખૂની હુમલાનો પ્રયાશ તેના પતિ વિજયગીરી ગોસ્વામી આપેલ રૂ. લાખની સોપારી બાદ પ્રોફેશનલ આરોપીઓએ હુમલો કર્યો હોવાની સીલસીલા બંધ હકીક્તો બહાર આવી હતી.પોલીસે આરોપી પતિ  વિજયગીરી ભુરગીરી ગોસ્વામી રહે.મધુરમ ફાર્મ,બાયડ નાઓને ઝડપી સઘન તપાસ હાથ ધરતાં ગુનામાં સોપારી લેનાર વિનોદ ફોગતભાઈ લુહાર રહે.કબીર ચોક,અમદાવાદ નાઓને ઝડપી પડાયો હતો.અને પારૂલબેન ને મોતને ઘાટ ઉતારવા રૂ. લાખમાં સોપારી લેનાર આરોપી ગુનાના અંજામ માટે બે પ્રોફેશનલ ગુનેગારોને કામે લગાડયા હતા. બે આરોપી વિજય અને વિનોદને હવાલાતે કરી દીધા બાદ અરવલ્લી એલસીબી પોલીસે ઘાતક હુમલાને અંજામ આપનાર મહિલા ઉપર તીક્ષ્ણ હથીયાર થી પ્રથમ ઘા ઝીંકનાર મુખ્ય આરોપી અનીલ જયરામભાઈ ચૌહાણ રહે. ચંદ્રબાગની ચાલીમ્યુનીસીપાલીટી સ્કુલની બાજુમાં જવાહર ચોકસાબરમતી અમદાવાદ ને છાપો મારી દબોચી લીધો હતો.જયારે મુખ્ય આરોપી ના સાગરીત અને હુમલાખોર કરણ ઉર્ફે સચીન રાધેશ્યામ કડીયા રહે.જવાહરચોકસાબરમતી અમદાવાદના ઓને પણ સીફતતા પૂર્વક ઝડપી લેવાયો હતો.

(5:26 pm IST)