Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વડોદરા:દુકાન વેચાણના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કરતા શખ્સને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:દુકાન વેચાણના બાકીના રૃપિયાની ઉઘરાણી કરતાં વેપારીને ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર બે આરોપી માટે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

વાડી  તાઈવાડા અહેમદી કોમ્પલેકસમાં રહેતા અબ્દુલ રસીદ અહેમદમીયા શેખ અલઅસ્ફાક વર્લ્ડ કોમ્યુનિકેશન નામની દુકાન ચલાવે છે. ચાર વર્ષ પૂર્વે તેમણે તેમની બીજી દુકાનનો સોદો આરીફ અબ્દુલભાઈ શેખ (રહે.વાડી નાલબંધવાડા) સાથે .૨૫ લાખ રૃપિયામાં કર્યો હતો. જે પૈકી ૭૦ હજાર રૃપિયા હજી બાકી હોઈ અબ્દુલ રશીદ અવારનવાર આરીફ પાસે ઉઘરાણી કરતો હતો.

ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે તાઈવાડામાં રહેતા સરફરાજ શેખ અને વાડી જહાંગીરપુરામાં રહેતો આસીફ  છીપા અબ્દુલ રશીદની દુકાને આવ્યા હતા. અને આરીફ પાસે કેમ વારંવાર કેમ ઉઘરાણી કરે છે? તેવું જણાવી અબ્દુલ રશીદ અને તેના બે પુત્રોને  ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:25 pm IST)