Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અંબાજી નજીક સુરપગલા નદીમાં ન્હાવા પડેલા આબુરોડના યુવકનુ ડૂબી જવાથી કરૂણમોત

બે મિત્રો ન્હાવા ગયેલા, એક ડૂબવા લાગતા બીજો ભાગી ગયો

અંબાજી નજીક નદીમાં ન્હાવા પડેલા આબુરોડ ના એકયુવક નુ મોત નિપજ્યુ છે અંબાજી પાસે સુરપગલા વિસ્તારમાં આવેલી નદીમા આબુરોડના બે યુવકો ન્હાવા પડ્યા હતા જ્યા ઉંડા પાણીનું અંદાજો ન રહેતા એક યુવકનુ નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ જ્યારે બીજો મીત્ર ડરીને ભાગી ગયો હતો આ સમગ્ર ઘટના અંબાજી થી આબુરોડ માર્ગ પર સુરપગલા વિસ્તાર ની છે

 આ અંગે મળતી વિગત મુજબ આબુરોડ ના હિના કોલોની મા રહેતા તન્મય મોહન ભાઈ ગૌતમ પોતાના મીત્ર સાથે ન્હાવા આવેલ જ્યા પોતે જાન ગુમાવી છે નદી મા થી યુવક ને બેહોશ હાલત માં બહાર કાઢવામાં આવ્યો, યુવક ને સરકારી હોસ્પિટલ ના ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો

આ ઘટના ના પગલે છાપરી ચોકપોસ્ટ ના હે,કો રામઅવતાર મીણા તેમજ હેડ કોન્સ્ટેબલ દેવારામ મીણા અને તેમની ટીમ સુરપગલા નદી પર પહોંચી વદુ તપાસ હાથ ઘરી છે

(4:44 pm IST)