Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રાજપીપળાની શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિવિધ વર્ગની પરીક્ષાનો પ્રારંભ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજપીપળાની શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિવિધ વર્ગની યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે.કોલેજના આચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં ખાસ ટેમ્પરેચર ગન, ઓટોમેટિક સેનિટાઈઝેશન મશીન, સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે બેંજીસ પર બેસવાની સુવિધા ઉભી કરાઇ છે સાથે સાથે તમામ રૂમની બેનચીસ પણ બે ટાઈમ સેનિટાઝેશન કરવામાં આવે છે તથા વિધાર્થીને મુશ્કેલી ન પડે તે માટે બહાર ખુલ્લા મેદાન ના ઓટલા પર બેઠક વ્યવસ્થાના બોર્ડ મુકવામાં આવ્યા છે.

આ તબક્કે કોલેજના પ્રિન્સીપાલ શૈલેન્દ્રસિંહ માંગરોલા એ જણાવ્યુ હતું કે માસિક ધર્મમાં આવતી વિધાર્થીનીઓ માટે ઓટોમેટિક પેડની વ્યવસ્થાનું મશીન પણ મુકવામાં આવ્યું છે જેથી અહીં આવતી વિધાર્થીનીઓ કોઈ પણ જાતની મૂંઝવણ ન અનુભવે અને શાંતિથી પરીક્ષા આપી શકે આમ આ કોલેજ ના પ્રિન્સિપાલ સરકારની તમામ ગાઈડ લાઈનનું પાલન કરતા જોવા મળ્યા હતા

(4:31 pm IST)