Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

'કોરોના વોરિયર્સ' વિષય પર રાજય કક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રકૃતિ પટેલને ગાંધીનગરમાં રાજય કક્ષાના શિક્ષણ મંત્રીના હસ્તે રૂ ૨૫૦૦૦નો ચેક એનાયત

વડોદરા તા. ૧૨ : ગાંધીનગરની ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા 'કોરોના વોરિયર્સ' વિષય પર ગુજરાત ગૌરવ દિન વિવિધ સ્પર્ધાનું આયોજન થયું હતું. તેમાં નિબંધ લેખનમાં માંજલપુરની અંબે સ્કૂલની ધો.૯ની વિદ્યાર્થિની પ્રકૃતિ ધર્મેન્દ્રભાઇ પટેલે ભાગ લીધો હતો. તે નિબંધ રાજય કક્ષાએ પસંદ થતાં ગાંધી નગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં પ્રકૃતિ ધર્મેન્દ્ર પટેલને મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ અને યાત્રાધામ વિભાગના રાજય કક્ષાના મંત્રી વિભાવરી બેન દવેના હસ્તે રૂ. ૨૫,૦૦૦નો પુરસ્કાર એનાયત થતા શહેર,સ્કૂલ અને પટેલ સમાજનું ગૌરવ વધ્યું છે.

ઉલ્લેખનીય છે કે પ્રકૃતિ ધર્મેન્દ્ર પટેલને તાજેતરમાં માંજલપુરની અંબે સ્કૂલે સ્ટુડન્ટ ઓફ ધ યરનો તેમજ શહેરના ફેઇથ ફાઉન્ડેશન દ્વારા 'નો ટોબેકો ડે' નિમિતે યોજેલી સ્લોગન સ્પર્ધામાં દ્વિતિય ક્રમે વિજયી બનતા એવોર્ડ એનાયત થયો હતો.

(3:49 pm IST)