Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

રાજયના ૯૦ ટકા મોટા ગરબા આયોજકોએ ગરબા યોજવાની ના પાડી

ગરબા આયોજકો મુજબ આવી સ્થિતિમાં ગરબા યોજવાથી કોરોના વધુ ફેલાઈ શકે છે : અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સરકારને આ વર્ષે નવરાત્રિમાં ગરબા ન યોજવા રજૂઆત

અમદાવાદ : રાજયમાં નવરાત્રિના આયોજન મામલે મોટા સમાચાર આવ્યા છે. રાજયના મોટા ગરબા આયોજકોમાંથી ૯૦ ટકા ગરબા રમાડવાનીના પાડી રહ્યા છે. કોરોનાકાળમાં ગરબાના આયોજન મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. ત્યારે ગરબા સંચાલકોએ જ પહેલ કરી છે કે, વર્તમાન સ્થિતિને જોતા આ વર્ષે તેઓ ગરબાનું આયોજન નહિ કરે. લોકોની સુરક્ષા અને હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગરબા આયોજકોનું કહેવું છે કે, મોટા ગરબા આયોજનોમાં હજારો લોકો આવતા હોય છે, જેથી ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું શકય નથી. ૧૦ ટકા સંચાલકોનું કહેવું છે કે, તેઓ રાજય સરકારની ગાઈડ લાઈનની રાહ જોશે, જો તેમાં રાહત હશે તો ગરબાના આયોજનો પર વિચાર કરીશું. સાથે જ હજારો માણસો પાસે નિયમોનું પાલન કરાવવું અમારા હાથમાં નથી. જો કે આ સ્થિતિમાં મોટા ભાગના ગરબા આયોજકોનું માનવું છે કે, આવી સ્થિતિમાં ગરબાનું આયોજન કરવાથી કોરોના વધુ ફેલાઈ શકે છે. જેથી એક વર્ષ માટે તેના મુલત્વી રાખી શકાય છે. આ સાથે જ શેરી ગરબા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આયોજિત કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે.

(2:25 pm IST)