Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વડોદરામાં ભાજપના વધુ એક નેતા કોરોનાની ઝપટે : પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલાનો રિપોર્ટ પોઝિટિવ : તેના પત્ની પણ સંક્રમિત

બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા : સંપર્કમાં આવેલ લોકોની તપાસ કરાઈ

વડોદરા ભાજપનાં વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી ગયાની વિગતો સામે આવી રહી છે. વડોડરા ભાજપનાં સિનિયર નેતા અને પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા કોરોના સંક્રમિત થયા છે. ભૂપેન્દ્ર લાખાવાલાની સાથે સાથે કોરોનાનાં લાખાવાલાનાં ઘર સુઘી પહોંચી ગયો હોય તેવી રીતે ભુપેન્દ્ર લાખાવાલાનાં પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. લાખાવાલા અને તેમના પત્નીને કોરોના પોઝિટિવ આવતા હાલ સારવાર હેઠળ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે અને પાછલા દિવસોમાં તેનાં સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ પણ કરવામાં આવી રહી છે.

(12:45 pm IST)