Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુરતના 12 રિક્ષાચાલકો કોરોના પોઝિટિવ મળ્યા : 1129 ચાલકના રેપિડ ટેસ્ટ કરાવાયા

રિક્ષામાં બેથી વધારે લોકોએ ન બેસવું અને ચાલકે માસ્ક ન પહેર્યુ હોય તો રિક્ષામાં ન બેસવા માટે સુચન

 

સુરત : સુરત મનપા દ્વારા ગુરુવારથી સુપર સ્પ્રેડરોમાં કોરોનાનું સંક્રમણ શોધવા માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ શરૂ કરાયું છે. જે અંતર્ગત રિક્ષાચાલકોના રેપિડ ટેસ્ટ કરાયા હતા. શહેરના વિવિધ રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષાચાલકો-ટેક્સી ડ્રાઈવરોના રેપિડ એન્ટિજેન ટેસ્ટ અંતર્ગત કુલ 1129 રિક્ષાચાલકને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં 12થી વધુ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. તેમજ મનપા દ્વારા શહેરીજનોને રિક્ષામાં બેસવા માટે એસ..પી.નું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. રિક્ષામાં બેથી વધારે લોકોએ બેસવું અને રિક્ષાચાલકે માસ્ક પહેર્યુ હોય તો રિક્ષામાં બેસવા માટે પણ જણાવાયુ છે.

ઝોન

રિક્ષા/ટેક્સી ડ્રાઈવરનું ટેસ્ટિંગ

સેન્ટ્રલ ઝોન

102

વરાછા- ઝોન

115

વરાછા-બી ઝોન

59

રાંદેર ઝોન

60

કતારગામ ઝોન

122

ઉધના ઝોન

379

અઠવા ઝોન

99

લિંબાયત ઝોન

193

 

 

(12:12 am IST)