Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સાંજ સુધીમાં 105 તાલુકામાં વરસાદ: રાતથી રાજ્યનાં અનેક વિસ્તારોમાં મેઘરાજાનો મુકામ

તલોદમાં 4ઇંચ, લીલીયા, ગુરુદ્વેશ્વર અને કપરાડામાં 3 ઇંચ બગસરા, બાયડ, પોશીના અને ઉચ્છલમાં 2-2 ઇંચ : 15 તાલુકામાં એકથી બે ઇંચ વરસાદ

અમદાવાદ : ગુજરાત માટે આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે ,આગાહી પ્રમાણે 12 અને 13 સપ્ટેમ્બર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે ત્યારે આગાહીની પૂર્વગામી અસરો આજથી જ જોવામાં આવી રહી છે. શુક્રવારે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેર સહિતના અનેક શહેરો અને વિસ્તારોમાં વરસાદે પૂન:પ્રવેશ કર્યો છે.

શુક્રવાર સાંજ સુધીમાં રાજ્યનાં 105 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠાના તલોદમાં 2 કલાકમાં ચાર ઇંચ, અમરેલીના લીલીયા તાલુકામાં 3 ઇંચ, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં 3 ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 3 ઇંચ, બગસરા,બાયડ,પોશીના અને ઉચ્છલમાં 2-2 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે. રાજ્યનાં 15 તાલુકામાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. તો અન્ય 83 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

, રાજ્યમાં અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી રાઉન્ડ શરુ થઇ ચૂક્યો છે અને પાછલા લગભગ 3થી 4 કલાકથી અનેક વિસ્તારોમાં ભારેથી લઇ સામાન્ય વરસાદ નોંધવામાં આવી ચૂક્યો છે.

(8:48 am IST)