Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુરતની સિવિલ હોસ્પિટલના કોવીડ બિલ્ડિંગમાં ઓક્સીઝ્ન બોટલનું રેગ્યુલેટર ધડાકાભેર છૂટું પડી જતા કર્મચારીને ઇજા

અચાનક બનેલી ઘટનાથી હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં ભાગદોડ

સુરતઃ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ બિલ્ડિંગના OPD વિભાગમાં ઓક્સિજન બોટલનુંધડાકા સાથે છૂટું પડી ત્યાં કામ મરતાં કર્મચારીને વાગતા તે  ઈજાગ્રસ્ત થયો હતો. ઇજગ્રસ્ત કર્મચારીને સારવાર માટે સિવિલના ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરાયો છે .

સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોરોના માટે ખાસ બનાવવામાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં 4:55 વાગ્યાની અરસામાં કોરોનાના દર્દીને લઈ એમ્બ્યુલન્સ પહોચી હતી.

દર્દીને ઓક્સિજનની જરૂર હોવાથી સર્વન્ટ અશફાક શેખ સલીમ ફટાફટ દોડીને OPDમાં ગયો હતો, અશફાકે દર્દીને જે બોટલીથી ઓક્સિજન આપવાનું હતું તે બોટલનું પ્રેશરને નોર્મલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

અશફાકે રેગ્યુલેટર સાથે છેડછાડ કરતાં, રેગ્યુલેટર જોરદાર પ્રેસરથી ધડાકા સાથે બોટલથી છૂટું પડી ગયું હતું. છૂટું પડતાની સાથે જ રેગ્યુલેટર અસફાકની આંખમાં ઘુસી ગયું હતું. અચાનક બનેલી ઘટનાથી હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે મેડિકલ સ્ટાફે તુરંત અશફાકને 108ની મદદથી સિવિલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

(10:36 pm IST)