Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

માલ-સામાન સરળ પરિવહનની કાર્યદક્ષતામાં ગુજરાત સતત બીજા વર્ષે દેશમાં પ્રથમ સ્થાને

ઉર્જામંત્રી સૌરભ પટેલે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હસ્તે એવોર્ડ

અમદાવાદઃ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા 'લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ- LEADS 2019'માં ગુજરાતે માલસામાનની સરળતાથી પરિવહનની કાર્યદક્ષતામાં દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલ્વે મંત્રી પિયુષ ગોયલના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. 

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ ગુજરાતની સિદ્ધિ માટે સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા છે. નવી દિલ્હીમાં મળેલી બોર્ડ ઓફ ટ્રેડની બેઠકમાં કેન્દ્રીય ઉદ્યોગ વાણિજ્ય રાજ્ય મંત્રીઓ હરદીપસિંઘ સૂરી અને સોમ પ્રકાશ તથા નીતિ આયોગના સી.ઇ.ઓ અમિતાભ કાંતની હાજરીમાં આ એવોર્ડ ગુજરાતને અપાયો હતો

  . આ પ્રસંગે કોમર્સ સેક્રેટરી અનુપ વાધવાન, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ સેક્રેટરી ગુરૂપ્રસાદ મહાપાત્રા તેમજ ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ આલોક વર્ધન ચતુર્વેદી અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

(12:42 am IST)