Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અમદાવાદમાં આડેધડ પાર્કિંગ સામે મનપા કરશે મોટી કાર્યવાહી:જંગી ખર્ચે ક્રેઈન ભાડે લઈ વાહનો કરશે ટોઇંગ

ટૂ વ્હીલર માટે મ્યુનિ. દ્વારા 20 ક્રેન જ્યારે ફોર વ્હીલર ટોઇંગ માટે 14 ક્રેઇન ભાડે લેવાશે

 

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને રિવ્યું કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં દબાણ અને પાર્કિંગ મુદ્દે સઘન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રસ્તા પરના વાહનો સામે કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી હતી. અમદાવાદમાં 48 વોર્ડ છે. જો કે પૂરતી ક્રેઇન હોવાથી ભાડેથી ક્રેઇન ખરીદવાનો નિર્ણય કરાયો છે. પોલીસ ખાતા પાસે 14 ક્રેઇન છે. તો બીજી 34 ક્રેઇન ભાડે લેવામાં આવશે. ટૂ વ્હીલર ઉઠાવવા માટે મ્યુનિ. દ્વારા 20 ક્રેન ભાડે લેવામાં આવશે. જ્યારે ફોર વ્હીલર ટોઇંગ માટે 14 ક્રેઇન ભાડે મેળવવામાં આવશે.

ક્રેઇન પાછળ કોર્પોરેશન જંગી ખર્ચ કરશે. સુત્રોનું કહેવું છે કે ટુ-વ્હીલરની ક્રેનને પ્રતિદિન રૂપિયા 5 હજાર 349ની રકમ ચૂકવવામાં આવશે. જ્યારે ફોર વ્હીલર માટેની ક્રેનને પ્રતિદિન રૂપિયા 6 હજાર 50ની રકમ ચૂકવવામાં આવશે. અમદાવાદ શહેરમાં રસ્તા પર પાર્કીંગની સમસ્યા કોર્પોરેશન દુર કરી શક્યુ નથી. જેોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ એટલે કે જેટને પણ રસ્તા પર દબાણ કરતા વાહનોને દુર કરવા કામગીરી સોપવામા આવી છે.પરંતુ હજી રસ્તા પર વાહનો જોવા મળે છે. આવા વાહનો ટોઇંગ કરવા માટે કોર્પોરેશન 34 જેટલી ક્રેઇન ભાડે લેશે. માટે ટેન્ડર મંગાવામા આવ્યા છે

 

(11:39 pm IST)
  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST