Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સ્વામી વિશ્વવલ્લભ દાસ સામે ફરિયાદ નોંધવા માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ડીજીપીને પત્ર પાઠવ્યો

અપમાનજનક જાતિગત ટિપ્પણી કરવા મુદ્દે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માંગ

અમદાવાદ : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને મોરારી બાપુનો વિવાદ વચ્ચે સ્વામિનારાયણ મંદિર રૂસ્તમ બાગ સુરતના સ્વામી વિશ્વવલ્લભ દાસ દ્વારા અનુસૂચિત (SC ST)જાતિ પર કરવામાં આવેલ જાતીય ટિપ્પણી મામલે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને પત્ર લખી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

વગામના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણી આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને  સ્વામી વિશ્વવલ્લભ દાસ દ્વારા અનુસૂચિત જાતિ સમુદાય પર અપમાનજનક જાતિગત ટિપ્પણી કરવા મુદ્દે એટ્રોસીટી એક્ટ 1989 કલમ તથા સુધારા-2015ની કલમ, IPCની કલમ અને ઇનફરમેશન ટેકનોલોજી એકટ-2000હેઠળ ફરિયાદ નોંધવા પત્ર લખી માંગ કરી છે.
આ પત્રમાં જીગ્નેશ મેવાણી રાજ્ય પોલીસ વડાને જણાવ્યું કે સ્વામિનારાયણ મંદિર રૂસ્તમ બાગ સુરતના સ્વામી વિશ્વવલ્લભદાસ અનુસુચિત જાતિ વિશે, બંધારણીય અને કાયદાકીય પ્રતિબંધિત એવા શબ્દોનો જાહેર સભામાં ઉલ્લેખ અને ટિપ્પણી કરી છે

(9:51 pm IST)